રોટરી ક્લબ ઓફ અમદાવાદ સાઉથની માસિક બેઠક

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સાઉથ ની માસિક બેઠક 30મી જાન્યુઆરી, ગુરૂવાર ના રોજ ઓરિયન્ટ ક્લબ ખાતે સફળતાપૂર્વક યોજાઈ.
આ બેઠકની અધ્યક્ષતા પ્રેસિડેન્ટ શ્રી એસ. રાજારામ (IIT Madras, MBA Ahmedabad) એ કરી, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ હસમુખ જોશી (રિટાયર ઓડિટર, AMC), સેક્રેટરી સુબોધ ત્રિવેદી (B.E. Electrical, ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ), અને ટ્રેઝરર રુષિકેશ ઝવેરી (B.Com, રિટાયર બિઝનેસમેન) ની હાજરી રહી.
વિશિષ્ટ મહેમાન તરીકે વર્લ્ડ ટ્રાવેલર શ્રી દર્શન પટેલ ની ઉપસ્થિતિ પણ રસપ્રદ રહી. તેમણે વિવિધ દેશોની મુલાકાત દરમિયાન અનુભવી સંસ્કૃતિઓ અને વૈશ્વિક સ્તરે ભારતના પ્રભાવ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી.