સરદાર @150: સરદાર પટેલ એકતા યાત્રા ૨૦૨૫ની સફળતા માટે આભાર

0
Sardar Patel Unity Yatra 2025: Thank you letter

શિક્ષણથી સશક્તિકરણ, એકતાથી ઉત્કર્ષ.

તારીખ: 28 જાન્યુઆરી, 2025

આદરણીય વડીલશ્રી અને સહભાગીશ્રી,

સરદાર પટેલ એકતા યાત્રા ૨૦૨૫ની ભવ્ય સફળતા માટે હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. તમારા અમૂલ્ય સમર્થન અને સહયોગ વિના આ યાત્રાનું આટલી સફળતાપૂર્વક આયોજન શક્ય ન હોત.

સરકારી સહયોગ માટે: અમે શ્રી વી. જી. રોર નિયામક અને સભ્ય સચિવ, Gujarat State Non Resident Gujaratis’ Foundation, આનંદ વિભાગના કલેક્ટર, પોલીસ સુપ્રિટેન્ડન્ટ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અનુપમ આનંદ, GSRTCના અમદાવાદ અને ચાંડોલા ડેપોના મેનેજર અને તેમની ટીમ, આણંદ જિલ્લા પોલીસ સુપ્રિટેન્ડન્ટ અને તેમની ટીમ, વલ્લભ વિદ્યાનગર પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમ, વેરાખડી પોલીસ સ્ટેશન અને તેમની ટીમનો ખાસ આભાર માનીએ છીએ.

ધાર્મિક સંસ્થાઓ તરફથી મળેલા સહકાર માટે: અમે પીરાણા ધામ, વડતાલ ધામ, જેતલપુર સ્વામિનારાયણ મંદિર, સંતરામ મંદિર, નડિયાદનો ખાસ આભાર માનીએ છીએ.

NGO અને વ્યાવસાયિક સંસ્થાઓના સહયોગ માટે: NRGF (Non-Resident Gujarati Foundation), સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET), Federation of Gujarati Associations – USA (FOGA USA), નર્મદા બાલઘર, અપોલો હોસ્પિટલ, અમદાવાદનો ખાસ આભાર માનીએ છીએ.

અમદાવાદ અને સમગ્ર ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી આવેલા શ્રી એચ.કે. પટેલ, શ્રી ગીતાબેન સોનારા, શ્રી પ્રેમિલાબેન, શ્રી મનોજભાઈ ડોડીયા, શ્રી ભગવતીબેન, શ્રી અશોકભાઈ સક્પાલ, લોટસ સ્કૂલ પ્રાઇવેટ, શ્રી મુકેશ ખાતરી, શ્રી ભાઈલાલભાઈ કાકડિયા, શ્રી પૂર્ણિમાબેન શાસ્ત્રી તથા સદ્દવિચાર પરિવાર વરિષ્ઠ મંડળ – પાલડી, શ્રી ચતુરભાઈ, શ્રી રમણીકભાઈ, શ્રી હેતલભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી રામણીકભાઈ, શ્રી નગીનભાઈ પ્રજાપતિ, રોટરી સાઉથ અમદાવાદથી (શ્રી સુબોધભાઈ, શ્રી નવીનભાઈ) અને શ્રી સુહાસ શાહ તથા અન્ન્ચ આગેવાનો, તમારા સહયોગથી આ યાત્રાને એક નવી ઉંચાઈએ પહોંચાડી છે.

કરમસદ અને આણંદથી આવેલા શ્રી દિલીપભાઈ મણીભાઈ (આણંદના લોકલાડીલા પૂર્વ સાંસદ , અને પૂર્વ વિધાનસભ્ય), શ્રી ભીખુભાઈ એન પટેલ (સરદાર પટેલ. એડયુકેશન ટ્રસ્ટ, આણંદ), શ્રી પી વી પટેલ (ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ, USA),  શ્રી નિલેશભાઈ પટેલ, (ચેરમેન, સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ, કરમસદ) તથા અન્ય આગેવાનો, તમારા આશીર્વાદથી આ યાત્રા સફળ બની છે.


તમારા સહયોગથી આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકી છે. આપ સૌને ફરી એકવાર હાર્દિક આભાર.

આપનો,

દર્શન પટેલ સીઇઓ, વર્લ્ડમિત્ર (વિશ્વબંધુ)
ગ્લોબલ ટ્રાવેલર, વર્લ્ડમિત્ર (વિશ્વબંધુ) www.worldmitr.com

વધુ માહિતી માટે:

મોબાઇલ: 9712997606 ઈમેલ: dkpcan@gmail.com ફોટાઓ અને વિડિઓઝ માટે: Photos #સરદારપટેલએકતાયાત્રા #વિશ્વબંધુ #સરદારપટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *