Vacation4Sardar: Students Craft Stunning Statue of Unity Wall Painting!

0
Vacation4Sardar , Sardar@150 , PM Shree Bopal Primary School

The Vacation4Sardar program, part of the Sardar@150 celebrations organized by WorldMiTR, is successfully igniting inspiration among children about Sardar Patel’s life and values. Under this program, three talented students from PM Shree Bopal Primary School, Ahmedabad, have achieved something remarkable!

These young girls collaborated to create a beautiful and impactful wall painting of Sardar Vallabhbhai Patel’s Statue of Unity on their school wall. Their artistry and reverence for Sardar Patel shine through in this artwork.

Meet the student artists:

  • Dipika Ranjitbhai Raval (Standard 8)
  • Divya Vikramji Thakor (Standard 6)
  • Shradhha Popatji Thakor (Standard 8)

Guiding them in this commendable effort was their teacher, Ritaben Ramanbhai Chauhan, who is affiliated with the Vacation4Sardar program.

The creativity of these students and the guidance of their teacher prove that with the right inspiration and platform, children can accomplish wonderful things. This wall painting will surely inspire other students as well.

Vacation4Sardar: વિદ્યાર્થીનીઓએ રચ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અદ્ભુત વોલ પેઈન્ટિંગ!

વિશ્વબંધુ પરિવાર દ્વારા Sardar@150 ઉજવણીના ભાગરૂપે આયોજિત Vacation4Sardar કાર્યક્રમ બાળકોમાં સરદાર પટેલના જીવન અને મૂલ્યો પ્રત્યે પ્રેરણા જગાવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત, અમદાવાદની પીએમ શ્રી બોપલ પ્રાથમિક શાળાની ત્રણ પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ કમાલ કરી બતાવી છે!

આ દીકરીઓએ સાથે મળીને શાળાની દીવાલ પર સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એક સુંદર અને પ્રભાવશાળી વોલ પેઈન્ટિંગ બનાવ્યું છે. તેમની કળા અને સરદાર પ્રત્યેનો આદર આ ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે.

આ કલાકાર વિદ્યાર્થીનીઓ છે:

  • દીપિકા રણજીતભાઈ રાવલ (ધોરણ ૮)
  • દિવ્યા વિક્રમજી ઠાકોર (ધોરણ ૬)
  • શ્રદ્ધા પોપટજી ઠાકોર (ધોરણ ૮)

આ પ્રશંસનીય કાર્યમાં તેમને માર્ગદર્શન આપનાર શિક્ષિકા રીટાબેન રમણભાઈ ચૌહાણ છે, જેઓ Vacation4Sardar કાર્યક્રમ સાથે જોડાયેલા છે.

આ વિદ્યાર્થીનીઓની સર્જનાત્મકતા અને શિક્ષિકાના માર્ગદર્શને સાબિત કર્યું છે કે યોગ્ય પ્રેરણા અને પ્લેટફોર્મ મળે તો બાળકો અદભુત કાર્યો કરી શકે છે. આ વોલ પેઈન્ટિંગ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *