વિરાજબેન પટેલ (Virajben Patel) : સામાજિક જીવનમાં એક અમૂલ્ય યોગદાન

1
વિરાજબેન પટેલ : સામાજિક જીવનમાં એક અમૂલ્ય યોગદાન

 
આ બ્લોગ પોસ્ટમાં વિરાજબેન પટેલના જીવન અને કાર્ય વિશેની માહિતી આપવામાં આવી છે. તેઓ સમાજ માટે પ્રેરણાદાયક વ્યક્તિ છે, અને તેમના કાર્યો અનેક લોકોને મદદરૂપ થાય છે.

ગુજરાતની ધરતી પર અનેક રત્નો છે, જેઓ પોતાની પ્રતિભા અને કાર્ય થકી સમાજને એક નવી દિશા આપે છે. વિરાજબેન પટેલ  એક એવું નામ છે, જે માત્ર વ્યવસાયિક ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. છેલ્લા 21 વર્ષથી તેઓ વરિષ્ઠ નાગરિકોની સેવા માટે સમર્પિત છે, અને તેમના કાર્યો સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ છે.

વરિષ્ઠ નાગરિકો માટે કાર્ય

વિરાજબેન પટેલ સંગાથફાઉન્ડેશન થકી સિનિયર સિટિઝન્સ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે, 

જેમાં મોટી સંખ્યામાં વૃદ્ધ નાગરિકોને જોડીને તેમના માટે વિવિધ સગવડો અને મનોરંજનાત્મક,શિક્ષણાત્મક,રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

 2019માં સહારા ઈનિશિયેટિવ (કર્મા ફાઉન્ડેશન)ના પ્રમુખ તરીકે તેમણે અમદાવાદના તમામ સિનિયર સિટિઝન્સ માટે ‘કેરમ ટૂર્નામેન્ટ’નું આયોજન કર્યું હતું. 

આ સાથે જ 2019ના નવરાત્રી દરમિયાન વૃદ્ધ નાગરિકો માટે ગરબા મહોત્સવ યોજી તેમનું મનોબળ વધાર્યું હતું. 

વર્ષ 2019મા સમગ્ર ગુજરાતમાંથી વૃદ્ધો નિબંધ સ્પર્ધામા ભાગ લઈ  શકે તે માટે કર્મા ફાઉન્ડેશનના નેજા હેઠળ સંગાથફાઉન્ડેશનના સહકારથી નિબંધ સ્પર્ધાનુ આયોજન કરેલ. તેમજ તે નિબંધોને સંકલિત કરવાનુ કાર્ય કરેલ છે. આ નિબંધ સંગ્રહ કર્મા ફાઉન્ડેશનના સહયોગથી ‘ હા હું છું ગુજરાતી’ ના શિર્ષક હેઠળ પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ છે.

તેમજ અંધશાળાના બાળકો અને સિનિયર સિટિઝન્સ વચ્ચે કરાઓકે ઈવેન્ટ યોજી, જે સમાજના બે અલગ વર્ગોને એકસાથે લાવવા માટે નો અપ્રતિમ પ્રયાસ છે.

અત્યાર સુધીમાં તેઓ 15,000થી વધુ વૃદ્ધ નાગરિકોને પ્રોત્સાહિત કરી ચૂક્યા છે.

મહિલાઓ માટે કાર્ય

વિરાજબેનના પ્રયત્નો માત્ર વૃદ્ધ નાગરિકો માટે જ નથી, તેઓ સ્ત્રી મંચ દ્વારા મહિલાઓ માટે એક મંચ પ્રદાન કરે છે, જ્યાં મહિલાઓ પોતાનાં વિચારો આત્મવિશ્વાસ સાથે સમાજ સમક્ષ રજૂ કરી શકે.

એન્કર અને ઈવેન્ટ હોસ્ટ

વિરાજબેન એક અનુભવી એન્કર અને એમસી તરીકે પણ કાર્યરત છે. તેઓ 2012થી અત્યાર સુધી દૂરદર્શન પર કૃષિ દર્શન, કૃષિ સમાચાર, સુર્યકિરણ, નિરાંતે જેવા કાર્યક્રમોમા એન્કર રહી ચૂક્યા છે. 2012-13 દરમિયાન તેઓ નમો ગુજરાત ચેનલ પર એન્કર અને રિપોર્ટર તરીકે કાર્યરત હતા.

પ્રમુખ ઘટનાઓ

  • સહારા ઈનિશિયેટિવ (SAHARA Initiative) – પ્રમુખ, 2019-2023
  • વિશિષ્ટ ક્ષમતા ધરાવતા અને સિનિયર સિટિઝન્સ માટે પેઇન્ટિંગ પ્રદર્શન, 2023
  • સિનિયર સિટિઝન્સ માટે કરાઓકે સ્પર્ધા, 2023
  • સ્ત્રી મંચ (2014) ની સ્થાપના
  • ઉદ્ગગમ ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા સિનિયર સિટિઝન્સ માટે વિશિષ્ટ સેવા માટે પુરસ્કૃત (2015)
  • બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન માટે સન્માનિત
  • મિસિસ અમદાવાદ ગુજરાતી પર્ફેક્ટ 10 (2015)
  • સિનિયર સિટિઝન્સ માટે સંગાથ ફાઉન્ડેશન (N.G.O.)નીસ્થાપના
  • વિભિન્ન સંગીત અને નૃત્ય સ્પર્ધાઓમાં જજ તરીકે સેવા

વિરાજબેન એક કાઉન્સેલર, પોઝિટિવ ઈન્ફ્લ્યુએન્સર, લેખિકા (“હો.. શુભારંભ” ગુજરાતી નાટક), ડબિંગ આર્ટિસ્ટ, અભિનેત્રી અને વોઈસ ઓવર આર્ટિસ્ટ,સંકલનકર્તા તરીકે પણ ઓળખાય છે. તેઓ અવારનવાર વિવિધ ચેનલ્સ પર વિશિષ્ટ સ્પીકર તરીકે હાજરી આપે છે.

વિરાજબેન પટેલની જીવનસફર સમાજને મદદ કરવા માટે અર્પણ છે. તેમની કાર્યશૈલી અને પ્રેરણાદાયક યાત્રા, અનેક લોકોને તેમના માર્ગ પર આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે.

વિરાજબેન પટેલનો સંપર્ક:

  • મોબાઇલ: +91 9408287412
  • ✉️ ઈમેલ: virajshah12971@gmail.com

Virajben Patel: A Beacon of Social Service and Inspiration

This blog highlights the extraordinary journey of Virajben Patel, a woman whose dedication and social initiatives have positively impacted thousands. She is a true inspiration, making significant contributions to the welfare of senior citizens, women empowerment, and cultural initiatives.

A Lifelong Commitment to Senior Citizens

For over 21 years, Virajben Patel has devoted herself to the cause of senior citizens. Through Sangath Foundation, she has organized numerous programs focusing on education, entertainment, and engagement, ensuring that the elderly remain active, valued, and respected in society.

Notable Initiatives for Seniors

Carrom Tournament (2019) – Organized as the President of SAHARA Initiative (Karma Foundation), bringing together senior citizens from across Ahmedabad.
Navratri Garba Festival (2019) – A special celebration dedicated to seniors, promoting joy and cultural participation.
Essay Competition (Statewide, 2019) – Encouraging elderly citizens across Gujarat to share their wisdom, culminating in a published book titled “Haa Hun Chhu Gujarati” in collaboration with Karma Foundation.
Karaoke Event (2019) – A unique musical gathering connecting senior citizens with visually impaired students, fostering intergenerational bonding.
Painting Exhibition (2023) – Showcasing the artistic talents of seniors and differently-abled individuals.
Karaoke Competition (2023) – Bringing together elderly music enthusiasts from all over Ahmedabad.

Through her efforts, Virajben has positively influenced the lives of over 15,000 senior citizens, making a significant impact on their well-being and happiness.

Women Empowerment: The Stree Manch Initiative

Virajben is not only a champion for senior citizens but also a strong advocate for women empowerment. In 2014, she founded Stree Manch, an initiative that provides women with a platform to voice their thoughts and express themselves with confidence.

An Accomplished Anchor & Media Personality

Apart from her social work, Virajben is a renowned anchor and emcee, recognized for her captivating presence on television and live events:
🎤 Anchor for Doordarshan (Since 2012) – Hosted popular programs like Krishi Darshan, Krishi Samachaar, Suryakiran, and Niraante.
📰 Anchor & Reporter for Namo Gujarat (2012-2013)
🎭 Writer & Actor – Known for her Gujarati drama “Ho.. Shubharambh”.
🎙 Voice Over & Dubbing Artist – Lending her voice to various creative projects.

Recognitions & Achievements

🏆 Award for Outstanding Social Service for Senior Citizens – Honored by Udgam Trust, Gandhinagar (2015).
🏆 Felicitated for Beti Bachao Beti Padhao – Recognized for her contribution to women empowerment.
🏆 Mrs. Ahmedabad Gujarati Perfect 10 (2015) – A testament to her confidence and leadership.
🏆 Founder of Sangath Foundation (NGO) – Dedicated to the well-being of senior citizens.

An Inspiring Leader

Virajben Patel’s journey is an embodiment of dedication, compassion, and relentless service to society. Through her initiatives in social work, women empowerment, and cultural advocacy, she continues to inspire countless individuals to contribute meaningfully to their communities.

For those who wish to collaborate or support her initiatives, you can reach her at:

📞 Mobile: +91 9408287412
Email: virajshah12971@gmail.com

1 thought on “વિરાજબેન પટેલ (Virajben Patel) : સામાજિક જીવનમાં એક અમૂલ્ય યોગદાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *